આમિર ખાન એક એવા અભિનેતા છે, જે તેમના દેખાવ કરતા વધારે અભિનય માટે જાણીતા છે. આમિર ખાનને બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની દરેક ફિલ્મ હિટ સાબિત થાય છે. તેમણે બોલિવૂડના તમામ કલાકારો સાથે મળીને કામ કર્યું છે. જેના થકી આજે તેમની ગણના સૌથી સફળ અભિનેતાઓમાં થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આમિર અને માધુરીના એક રસપ્રદ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આમિર ખાને વર્ષ 1990 માં માધુરી દીક્ષિત સાથેની ફિલ્મ દિલમાં કામ કર્યું હતું. આમિરની ફિલ્મ પણ તે સમયે મોટી હીટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં પ્રેક્ષકોને આમિર ખાન અને માધુરી દીક્ષિત વચ્ચેની અદભૂત કેમિસ્ટ્રી જોવા મળી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની ફરી રીમેક બનાવવામાં આવશે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે દિગ્દર્શક ઇન્દ્ર કુમાર અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર ફિલ્મ દિલને રિમેક કરવામાં રસ દાખવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ઈન્દર કુમાર સિદ્ધાર્થ મલ્હોત્રા, અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ હાલમાં સ્ટાર ફિલ્મ થેંક ગોડના શૂટિંગમાં રોકાયેલા છે. આ ફિલ્મ પૂર્ણ થયા પછી તે દિલ ફિલ્મના રિમેકની ઘોષણા કરી શકે છે.
તમારામાંથી મોટાભાગના લોકોને ખબર હશે કે અભિનેતા આમિર ખાન અને માધુરીએ સાથે મળીને માત્ર 2 ફિલ્મોમાં કામ કર્યું છે. આ બંને ફિલ્મો એક જ વર્ષે રિલીઝ થઈ હતી. દિલ ફિલ્મ 1990 માં આવી હતી. આ ફિલ્મે તે સમયે જ 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાને માધુરી સાથે એવી મજાક કરી હતી કે માધુરી તેને સેટ પર મારવા દોડી હતી.
ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાને માધુરી સાથે એવો પ્રેંક કર્યો હતો કે જેના કારણે માધુરી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. ફિલ્મના ગીત ખંબે જૈસી ખડી હૈ… ના શૂટિંગ દરમિયાન આમિરના મગજમાં એક શૈતાની વિચાર આવ્યો હતો. આમિરે માધુરીને કહ્યું કે તે લોકોના હાથ પરથી તેમના ભવિષ્ય વિશે જાણી શકે છે. તે આ કામમાં નિષ્ણાત છે. આમિરની આ વાત સાંભળીને માધુરી ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ અને તેણે તેનો હાથ જોવા માટે તેનો હાથ લંબાવ્યો. આવામાં આમિરે માધુરીના હાથની નજીક જઈને તેના હાથ પર થુંક્યો હતો.
તમને જણાવી દઇએ કે આ ખુદ અભિનેત્રી માધુરીએ ખુલાસો કર્યો હતો. ઘણી સુપરહિટ ફિલ્મો આપનારી માધુરીએ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યા પછી ઘણી ફ્લોપ ફિલ્મો આપવાને કારણે કમાણી બંધ થઈ ગઈ હતી. આ હોવા છતાં તેણે હિંમત ગુમાવી ન હતી અને આ પછી તેને તેઝાબ ફિલ્મથી સારી ઓળખ બનાવી. આ પછી, માધુરીએ ક્યારેય પાછળ ફરીને જોયું નહોતું. માધુરી દિક્ષિતની ફિલ્મ હમ આપકે હૈ કૌન બોક્સ ઓફીસ પર 100 કરોડની કમાણી કરનારી પહેલી હિન્દી ફિલ્મ બની હતી.
જ્યાં આમિર ખાનની કેટલીક જૂની વાતો પર ચર્ચા થઇ. ત્યારે ફરાહ ખાને જણાવ્યું કે આમિર ખાન શરૂઆતમાં પોતાની ફિલ્મની અભિનેત્રીઓના હાથ પર થૂંકી દેતા હતા.ફરાહ ખાને જુના દિવસોને યાદ કરતા કહ્યું – આમિર ખૂબ જ પ્રેન્ક કરતા હતા. એ કહેતા કે લાઓ હું હાથની રેખાઓ જાણું છું, અને સેટ પર હાજર દરેક અભિનેત્રી હાથ આગળ કરતી અને આમિર એમના હાથ પર થૂંકી દેતા હતા.
આની પર આમિર હસતા હસતા કહેતા હતા કે આ તો હું મારી અભિનેત્રીના ગુડલક માટે કરતો હતો અને આજે પણ કરું છું. જેટલી કો-સ્ટાર્સના હાથ પર હું થૂંક્યો છું એ બધી જ હિટ થઇ છે. 25 વર્ષથી મારા પ્રેન્ક કરવાની રીત હજુ પણ નથી બદલાઈ, પણ હું કોશિશ કરું છું કે વધુ લોકોને ખબર ન પડી જાય.
ફિલ્મ ઇશ્કના શૂટિંગ દરમ્યાન આમિર ખાને જુહી ચાવલા સાથે પણ આવું જ કર્યું હતું. એમને કૃ મેમ્બર્સની સામે જ જુહીને કહ્યું કે તેમને હાથની રેખાઓ વાંચતા આવડે છે. જુહીએ પોતાનો હાથ આગળ કર્યો અને તરત જ આમિર એમના હાથ પર થૂંકીને ત્યાંથી ભાગી ગયા. જયારે કૃની સામે જ જુહી ચાવલા સાથે આમિરે આવું કર્યું તો જુહીને ખૂબ જ ખરાબ લાગ્યું અને એ બીજા દિવસે પણ શૂટિંગ પર ન આવી. બંનેએ વાતચીત બંધ કરી દીધી અને વર્ષો સુધી બંને વચ્ચે વાતચીત ન થી. જો કે થોડા વર્ષો પછી બંનેનું પેચઅપ થઇ ગયું હતું.
ખંભે જેસી ખડી હૈ ગીતના શૂટિંગ સમયે આમિરે માધુરી દીક્ષિત સાથે પણ આવું જ કહ્યું હતું. આમિરે માધુરીને કહ્યું કે એમને હાથની રેખાઓ વાંચતા આવડે છે. આ સાંભળતા જ માધુરી ઉત્સાહિત થઇ ગઈ અને એમને પોતાનો હાથ આગળ કર્યો અને ભવિષ્ય વિશે પૂછવા લાગી. આની પર પહેલા તો આમિરે એમનો હાથ જોયો અને પછી થૂંકી દીધું. આમિરની આ હરકત પર માધુરીને એટલો ગુસ્સો આવ્યો કે એ હોકી લઈને આમિરની પાછળ દોડી હતી.
આમિરે સહ-અભિનેતા કુલભૂષણ ખરબંદા સાથે પણ ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ના શૂટિંગ દરમિયાન એક ગંભીર સીન વખતે મજાક કરી હતી. કુલભૂષણ ડાયલોગ બોલવાનું શરૂ કર્યું કે આમિરે ટોકિંગ ટોય વગાડવાનું શરુ કરી દીધું. તે રમકડું ગાળો આપતું હતી અને વિચિત્ર અવાજો કાઢતું હતું. કુલભૂષણ શોટ આપી શકતા ન હતા. આ પછી દિગ્દર્શકે આમિરને ઠપકો આપ્યો હતો.
આમિરના અન્ય એક કો-સ્ટાર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન આમિર વારંવાર તેની ચોટલીઓ પકડીને બાંધી દેતા હતા અને ફ્રેમ બગાડી જતી. આમ કરવાથી ડિરેક્ટર ચિડાઈ જતા હતા. આટલું જ નહીં, આમિરની ફિલ્મ દંગલની કો-સ્ટારે પણ એમ કહ્યું કે એમની સાથે પણ થૂંકવાવાળો પ્રેન્ક થઇ ચુક્યો છે.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે