બોલિવૂડને સ્ટાઈલનું શહેર કહેવામાં આવે તો કંઈ ખોટું નહીં થાય. મલાઈકા અરોરાથી લઈને ઉર્ફે જાવેદ સુધી, અહીં ઘણા ફેશન આઈકન્સ છે જેઓ પોતાની ફેશન સ્ટાઈલથી સારા લોકોના મનને હલાવી દે છે. આ યાદીમાં કપૂર પરિવારની દુલ્હન તારા સુતરિયાનું નામ પણ સામેલ થઈ શકે છે.
તારા જેટલી સુંદર છે, એટલી જ તેની સ્ટાઈલ પણ અદભૂત છે. હવે એક વિલન રિટર્ન્સ ના પ્રમોશન દરમિયાન તારાએ એવું પહેર્યું હતું કે સોશિયલ મીડિયા પર તેનો દબદબો રહ્યો હતો.આ દિવસોમાં તારા સુતારિયા તેની ફિલ્મ એક વિલન રિટર્નના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો આજે તે મુંબઈમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. સફેદ ડ્રેસમાં તારા સુંદર લાગી રહી હતી. તેણીએ તેના ખભા પર બ્રા અને ફ્રન્ટ ઓપન મેચિંગ લોંગ જેકેટ સાથે પલાઝો કેરી કર્યું હતું.
તેણીએ તેના હાથમાં ચાંદીના કડા અને કાનમાં બુટ્ટીઓ સાથે આ આધુનિક દેખાવને વધુ અદભૂત બનાવ્યો. તેની હવામાં ઉડતી જુલ્ફ તેને પૂરક બનાવી રહી હતી, પરંતુ પછી કેમેરાએ તેના જૂતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જેઓ તેના દેખાવના વખાણ કરી રહ્યા હતા તેઓ અચાનક પીઠ ફેરવી ગયા.
થોડાં સમય પહેલાં એવી વાતો વહેતી થઈ હતી કે અભિનેત્રી તારા સુતરિયા કરિશ્મા અને કરીના કપૂરનાં પિતરાઈ ભાઈ અને અભિનેતા આદર જૈનને ડેટ કરી રહી છે. અને તાજેતરમાં આ વાત ઘણાં અંશે સાચી પડતી જણાઈ હતી.
બન્યું એવું કે મહાનાયક અમિતાભ બચ્ચને આપેલી દિવાળીની પાર્ટીમાં તારા આદર સાથે આવી. એટલું જ નહીં, તેણે જેવી સિકવન સાડી પહેરી હતી બિલકુલ તેને મળતી આવતી સાડીઓ અગાઉ કરિશ્મા અને કરીના પહેરી ચૂકી છે. આ સાડી સાથે તેણે શાટિનનું ડેકોલ્ટાઝ બ્લાઉઝ પહેર્યું હતું.
મઝાની વાત એ છે કે આવાં સાડી-બ્લાઉઝ પહેરવા બદલ સોશ્યલ મીડિયા પર જેટલા લોકોએ તેની પ્રશંસા કરી હતી એટલા જ લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. તેમનું માનવું હતું કે સાડી પહેરવામાં તારાએ કરીના અને કરિશ્માની નકલ કરી હતી. ખેર…, તારાએ આ વાતનો ખુલાસો કરતાં આ સાડી ડિઝાઈન કરનાર ડિઝાઈનરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે આ પ્રકારની સાડીઓ બનાવવા જાણીતો છે. અને મને તેની સિકવન સાડીઓ અત્યંત પ્રિય છે.
હવે અદાકારાના આદર જૈન સાથેના સંબંધોની વાત પર પરત ફરીએ તો તે કહે છે કે અમને સાથે ફરવા જવાનું ગમે છે. આદર મારા માટે ખાસ છે. વળી અમે બંને ખાવાપીવાના બહુ શોખીન હોવાથી અવારનવાર જુદાં જુદાં રેસ્ટોરાંમાં એકસાથે જોવા મળીએ છીએ. અમે પહેલી વખત ગયા વર્ષની દિવાળીએ મળ્યાં હતાં. અમારા અન્ય ઘણાં મિત્રો પણ છે. પણ અમને એકમેકની સાથે રહેવું ગમે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તારાનું નામ તેના ‘મરજાવાં’ના સહકલાકાર સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયું હતું, પરંતુ તારા કહે છે કે મારી સૌપ્રથમ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ રજૂ થઈ તેનાથી પહેલા પણ મારા વિશે આવી વાતો ચગાવવામાં આવતી હતી. તે વખતે મને આંચકો લાગ્યો હતો. પણ હવે મને સમજ પડી ગઈ છે કે આવી વાતો આ ઈન્ડસ્ટ્રીનો, અમારા કામ સાથે આવતો એક ભાગ છે.તેથી હું તેને તદ્દન હળવાશથી લઉં છું. બાકી હું સિધ્ધાર્થને ‘મરજાવાં’ના સેટ પર મળી તેનાથી પહેલા ક્યારેક ક્યારેક પાર્ટીઓમાં મળી હતી એટલું જ. પછી અમને ખબર પડી કે અમે પડોશી છીએ. અને અમારી ઘણી પસંદ-નાપસંદ એકસમાન છે. વળી અમે બેઉ ફિલ્મી પરિવારમાંથી નથી આવતાં.
તારાની સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘મરજાવાં’ની તારીખ વારંવાર લંબાવવામાં આવી છે. સામાન્ય રીતે આવું થાય ત્યારે જે તે ફિલ્મના કલાકારોમાં થોડો ઉચાટ જોવા મળે. પરંતુ તારાને ફિલ્મ વિલંબમાં પડવા છતાં કોઈ ફરક નથી પડયો. તે કહે છે કે હું આ ઈન્ડસ્ટ્રીમાં નવી છું. તેથી મને આવી બાબતો વિશે ખાસ ગતાગમ નથી. જોકે હવે તે પોતાની આહન શેટ્ટી સાથેની આગામી ફિલ્મનાં શૂટિંગ માટે મસૂરી પહોંચી ગઈ છે. આ ફિલ્મ ‘ઇઠ ૧૦૦’ની હિન્દી રીમેક છે.
અભિનેત્રી આ મૂવીમાં ગ્રે રોલ કરવાની છે. તે કહે છે કે હું આ પાત્ર ભજવવા અત્યંત ઉત્સુક છું. તે વધુમાં કહે છે કે નવોદિત કલાકારો મોટાભાગે સલામત માર્ગે ચાલવાનું, એટલે કે નિષ્ફળતાનું જોખમ ન એવી ફિલ્મો કે રોલ કરવાનું પસંદ કરતાં હોય છે. આ ફિલ્મમાં હું જે ભૂમિકા ભજવવાની છું એવો રોલ હું કરીશ એવી મેં સ્વપ્નેય કલ્પના નહોતી કરી.
અત્રે એ વાતની નોંધ લેવી રહી કે શાહિદ કપૂર અને કીઆરા અડવાણીની ફિલ્મ ‘કબિર સિંહ’ અગાઉ તારાને ઓફર થઈ હતી. પરંતુ તેણે આ ફિલ્મ ન કરી. જોકે તારાને તેનો કોઈ રંજ નથી. તે કહે છે કે મને આ સિનેમા કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે હું ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. વળી મેં ‘મરજાંવા’ પણ સાઈન કરી લીધી હતી. તેથી હું આ ફિલ્મ ન લઈ શકી. જોકે મને આ ફિલ્મમાં શાહિદ અને કીઆરા બહુ ગમ્યા છે.
તારાને ‘અલાદ્દીન’ પરથી બનનારી ફિલ્મનો ‘પ્રિન્સેસ જાસ્મિન’નો રોલ પણ જતો કરવો પડયો હતો. આમ છતાં તારાને તેનો પણ કોઈ વસવસો નથી. તે કહે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતાવેંત પહેલા જ વર્ષમાં મારી ત્રણ ફિલ્મો આવે એ વાત નાનીસુની નથી. જો મેં બીજું કોઈ કામ હાથ ધર્યું હોત તો તે શક્ય ન બનત. તો પછી નાહકનો અફસોસ શા માટે કરવો? વળી મારી સૌપ્રથમ ફિલ્મ પ્રમાણમાં સારી રહી. કદાચ તે દર્શકોની અપેક્ષા પર ખરી ન ઉતરી. આમ છતાં તે મારા માટે હમેશાં ખાસ રહેશે.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.