ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દિકરા જય શાહની કંપની ટેમ્રલ એન્ટરપ્રાઈઝીસ પ્રાઈવેટ લીમિટેડની બેલેન્સ શીટથી તેવું સામે આવે છે કે વર્ષ 2013-14માં કંપની પાસે ન કોઈ સંપત્તિ હતી કે પછી ન કોઈ સ્ટોક હતો તો પછી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ આટલો ગ્રોથ કેવી રીતે, તેવો દાવો ધ વાયર નામની ન્યૂઝ વેબસાઈટે કર્યો છે.
નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી અને અમિત શાહના ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા જ તેમના દિકરા જય અમિતભાઈ શાહની કંપની ટેમ્પલ ઈન્ટરપ્રાઈઝીસ પ્રા.લી.નું ટર્નઓવર 16,000 ગણું વધી ગયું છે.
વેબસાઈટના જણાવ્યા પ્રમાણે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) દ્વારા પ્રાપ્ત થયેલા દસ્તાવેજો અનુસાર જયની કંપનીની બેલેન્સ શીટમાં દર્શાવાયું છે કે, માર્ચ 2013-14 સુધી તેમની કંપનીમાં કાંઈ ખાસ કામકાજ થયા નથી અને આ દરમિયાન કંપનીને ક્રમશઃ 6230 રૂપિયા અને 1724 રૂપિયાનું નુકશાન થયું,
પણ જેવી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની અને જયના પિતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા કે તેની સાથે સાથે જયની કંપનું ટર્નઓવર પણ આશ્ચર્યજનક રીતે વધવા લાગ્યું છે. વર્ષ 2014-15માં તેમની કંપનીએ કુલ 50,000 રૂપિયાની આવક ઊભી કરી જેમાં તેમને નફો રૂ.18,728નો થયો. જ્યારે બીજા જ વર્ષે એટલે કે વર્ષ 2015-16માં નાણાંકીય વર્ષ દરમ્યાન જયની કંપનીનું ટર્ન ઓવર અધધધ…
રૂ.80.5 કરોડ થઈ ગયું, જે વર્ષ 2014-15 કરતા 16 હજાર ગણું વધુ છે.જયની કંપની ટેમ્પલ ઈન્ટરપ્રાઈઝીસ પ્રા.લી.ના ટર્નઓવરની લાંબી છલાંગ પાછલનું કારણ રૂ. 15.78ની અનસિક્યોર્ડ લોન છે જેને રાજેશ ખંડવાલની ફાઈનાન્શિયલ સર્વિસીસ ફર્મે ઉપલબ્ધ કરાવી હતી.
અહીં આપને એવું જણાવવાનું પણ જરૂરી છે કે, રાકેશ ખંડવાલા ભાજપાના રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટોપ એક્ઝિક્યૂટિવ પરિમલ નથવાણીના વેવાઈ છે.એક વર્ષ પછી, 2016માં જય શાહની કંપનીએ અચાનક પોતાના તમામ બિઝનેશને બંધ કરી દીધો.
કંપનીના ડાયરેક્ટરની રિપોર્ટમાં તેવું કહેવાયું છે કે કંપની ગત વર્ષોમાં 1.4 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે જેના કારણે કંપનીની સંપત્તિના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. ટેમ્પલ એન્ટરપ્રાઈઝીસ પ્રા.લી.ની સ્થાપના વર્ષ 2004માં કરાઈ હતી. જય શાહ ઉપરાંત જિતેન્દ્ર શાહ પણ કંપનીમાં ડાયરેક્ટર છે.
તેમના ઉપરાંત અમિત શાહની પત્ની સોનલ શાહ પણ કંપનીમાં ભાગીદાર છે.વેબસાઈટના દાવા પ્રમાણે, ગુરુવારે જ્યારે જય શાહને કંપનીના ટર્નઓવર, અનસિક્યોર્ડ લોન અને કારોબાર બંધી પર સવાલ કરાયા તો તેણે યાત્રામાં હોવાની વાત કરીને કોઈ જવાબ આપ્યો ન હતો.
બાદમાં શુક્રવારે તેના વકીલ મણિક ડોગરાએ અપરાધિક માનહાનીનો કેસ કરવાની ધમકી આપી પણ તે સવાલોના જવાબ તો ના જ આપ્યા.જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઈઝીસ પ્રા.લી.ની બેલેન્સ શીટથી એવું પણ માલુમ પડે છે કે,
વર્ષ 2013-14માં કંપની પાસે ન તો કોઈ સ્થાવર મિલકત હતી કે ન કોઈ સ્ટોક હતો, જોકે તે વર્ષે તેમને 5,796 રૂપિયાનું ઈન્ટમટેક્સ રિફંડ મળ્યું હતું. વર્ષ 2014-15માં કંપનીને કુલ 50 હજાર રૂપિયાનો બિઝનેશ થયો હતો જે પછીના વર્ષે કંપનીને રૂ. 80 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે.
કંપના ટર્નઓવરમાં આ વધારો થતાં કુલ સંપત્તિની કિંમત 2 લાખ રૂપિયા હતી, જે પહેલા તેમની પાસે કોઈ સ્થાવર સંપત્તિ જ ન હતી. બિઝનેશમાં પણ કુલ 2.65 કરોડ રૂપિયાની ચૂકવણી કરી જે તે પહેલા વર્ષમાં માત્ર રૂ. 5618 હતી.
એક બીજી ખાસ વાત એવી છે કે કંપનીએ ખાતામાં રૂ. 51 કરોડની વિદેશી આવક સમાન વેચાણથી બતાવી છે જે ગત વર્ષે સાવ શૂન્ય હતી.આરઓસીના દસ્તાવેજ એવું પણ બતાવે છે કે રાજેશ ખંડવાલની કંપની કેઆઈએફએસ ફાઈનાન્શિયલ સર્વિસિસએ જે વર્ષે અમિત શાહના દિકરાની કંપનીને રૂ. 15.78 કરોડની અનસિક્યોર્ડ લોન આપી હતી, તે વર્ષે તેની કુલ આવક રૂ.7 કરોડ હતી.
આ ઉપરાંત કેઆઈએસએપ કંનીની વાર્ષિક રિપોર્ટમાં ટેમ્પલ એન્ટર્પારઈઝીસને અપાયેલા રૂ. 15.78 કકરોડની લોનનો કોઈ ઉલ્લેખ પણ કરાયો નથી. આ મામલે રાજેશ ખંડવાલે પહેલા તો જવાબ આપવા સહમતિ દર્શાવી પણ બાદમાં તેમણે વેબસાઈટને કોઈ જવાબ આપ્યો નહીં.આ માહિતી જાહેર થતાંની સાથે જ સોશ્યલ મીડિયાએ અમિત શાહના દિકરાની ભારે મજાક ઉડાવી છે અને સોશ્યલ મીડિયામાં ‘જયનો વિકાસ થઈ ગયો’ તેવી ટીખળ લોકો કરી રહ્યા છે.
અમિત શાહના પુત્ર જય શાહે આ અંગે જાહેર કહ્યું હતું કે, ધ વાયર ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ઉપરોક્ત તમામ દાવા ખોટા છે. તેમના સમાચારથી મારી તથા મારા પિતા અમિતભાઈ શાહની પ્રતિષ્ઠાને હાની પહોંચી છે જેથી ન્યૂઝ વેબસાઈટ ધ વાયરના એડીટર, સંચાલકો અને આ ન્યૂઝ લખનાર રિપોર્ટર પર 100 કરોડ રૂપિયાની માનહાનીનો દાવો કરીશ. આ સિવાય આ ન્યૂઝ જે પબ્લીકેશન પબ્લીશ કરશે તેના પર પણ આવી જ
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે