બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીને તો લગભગ બધા જાણતા જ હશે. જેને ઇન્ડીયાના અર્નોલ્ડ સ્વાજ્વેગર કહેવામાં આવે છે. સુનીલની એક્ટિંગ બાકીના સ્ટાર્સ કરતા એકદમ અલગ છે. સુનીલ શેટ્ટી એક સુપરસ્ટાર હોવાની સાથે સાથે તે એક સફળ બીજનેસમેન પણ છે.
ફિલ્મી કરિયરમાં તો એને ઘણા ઉત્તર ચઢાવ આવ્યા પણ સુનિલનો સાઈડ બિઝનેસ દિવસ-રાત પ્રગતિ કરી રહ્યો છે. સુનીલ શેટ્ટી ની પાસે એક મોટું ફાર્મ હાઉસ છે, જે ખંડાલા માં આવેલું છે, જે કોઈ સ્વર્ગ થી ઓછું નથી. એનું આ ફાર્મ હાઉસ ખુબ જ સુંદર લાગી રહ્યું છે.
સુનિલ શેટ્ટીની ઘણી રેસ્ટોરેન્ટ છે તેમજ પત્ની માના શેટ્ટીના ડેકોર સેન્ટર છે. સુનીલની પત્ની માનાની પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર કંપની છે. બીઝનેસ સિવાય સુનીલ શેટ્ટીએ ખેલના માધ્યમ દ્વારા પણ ઘણા પૈસા કમાયા છે. સુનીલ શેટ્ટી હોટલ વ્યવસાય ના માલિક પણ છે.
સુનીલ ફેમસ બુટીક ‘મિસચિક’ ના સહ માલિક છે. મુંબઈમાં સુનીલનું Mischief Dining Bar અને Club H20 ના નામથી ક્લબ પણ ચાલી રહ્યું છે. એની પોતાની એક પ્રોડક્શન કંપની પણ છે. સુનીલ શેટ્ટીએ ઘણા સામાજિક કાર્યોમાં પણ પોતાની હિસ્સેદારી આપી છે.
આજકાલ સુનીલ શેટ્ટી ફિલ્મ માં ઓછા જોવા મળી રહ્યા છે. ભલે આજે સુનીલ શેટ્ટીને ઓછી ફિલ્મો મળી રહી હોય, પણ તે દર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધારે કમાણી કરે છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરેંટ ની સાથે સાથે પોપકોર્ન એન્ટરટેનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવી રહ્યા છે.
સુનિલે ફિલ્મ ખેલ, રક્ત અને ભાગમ ભાગ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ પણ કરી છે. સુનીલ શેટ્ટીની ઉમર હાલ ૫૯ વર્ષ જેટલી છે. સુનિલે ૨૫ વર્ષની ઉંમરમાં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. સુનીલ શેટ્ટી એ હિન્દી ફિલ્મો સિવાય મલયાલમ, તમિલ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ત્યાં પણ એણે ઘણું મોટું નામ બનાવ્યું છે.
સુનીલ શેટ્ટીએ ધડકન, ટક્કર અને મોહરા જેવી ઘણી હીટ ફિલ્મો પણ આપી છે. કુલ મળીને સુનીલ શેટ્ટીએ ૧૧૦ કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની દમદાર એક્શનથી લોકોનું મનોરંજન કર્યું છે.
સુનીલ નું ઘર પણ બહારથી ખુબ જ સુંદર દેખાય રહ્યું છે અને આ અભિનેતા એમના ઘરને ખુબ જ પ્રેમ પણ કરે છે. તે કહે છે કે તે પ્રકૃતિ ને પ્રેમ કરે છે અને તેઓ પહેલા પણ કહેતા કે ઘર માં કુદરતી વાતાવરણ બનાવવા માંગતા હતા, એમણે એમનું ઘર પણ એકદમ એવું જ બનાવ્યું છે જેવું તે ઇચ્છતા હતા.
કર્ણાટક માં જન્મેલા સુનીલ શેટ્ટી 61 વર્ષ ના થઈ ગયા છે. તે હવે ભાગ્યે જ ફિલ્મો માં કામ કરે છે, જોકે તે ઘણીવાર ચર્ચા માં રહે છે. બોલિવૂડ માં ખૂબ જ ઓછા સક્રિય હોવા છતાં, સુનીલ શેટ્ટી તેના બિઝનેસ માંથી કરોડો રૂપિયા ની કમાણી કરે છે
તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી પોતાના પરિવાર સાથે મુંબઈ માં એક આલીશાન મકાન માં રહે છે. સાથે જ તેની પાસે એક આલીશાન ફાર્મ હાઉસ પણ છે. આજે અમે તમને મુંબઈ માં સુનીલ શેટ્ટી ના ઘર ની ટૂર પર લઈ જઈ રહ્યા છીએ, જે ખૂબ જ સુંદર છે
સુનીલ શેટ્ટી એ પોતાનું ઘર ખૂબ જ સુંદર રીતે તૈયાર કર્યું છે. સુનીલ ના આ ઘર ની કિંમત કરોડો માં છે. તે અહીં તેની પત્ની માના શેટ્ટી અને પુત્રી આથિયા શેટ્ટી અને પુત્ર અહાન સાથે રહે છે. સુનીલ ના ઘરની બાલ્કની માંથી સુંદર નજારો દેખાય છે.
આ દૃશ્ય સુનીલના લિવિંગ રૂમનું છે. જ્યાં તે તેની પત્ની માના શેટ્ટી સાથે જોવા મળી રહ્યો છેસુનિલ ને કૂતરા પાળવા નો પણ ખૂબ શોખ છે. તેણે પોતાના ઘર માં ઘણા શ્વાન રાખ્યા છે.સુનીલ ના ઘર ની દરેક વસ્તુ ખૂબ જ ખાસ અને સુંદર છે. ‘અન્ના’ નું ઘર અંદર થી અને બહાર થી એકદમ વૈભવી છેઆ સુનીલ ની પ્રિય પુત્રી આથિયા શેટ્ટી નો બેડરૂમ છે. અથિયા ના બેડરૂમ ને હળવા રંગો થી ડિઝાઇન કરવા માં આવ્યો છે જે તેની સુંદરતા થી દર્શકો ના દિલ જીતી લેશે.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે